Wednesday, December 7, 2011

Nirmal Naam Amba Maa Tamaru (નિર્મળ નામ અંબા માં તમારું)


નિર્મળ નામ અંબા માં તમારું, ધ્યાન ધરું માં લેજો સલામ,
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.

નમું નિરાકાર ઈચ્છા શક્તિને, ભ્રમ્હા વિશુને શંકર ત્રિગુણ,
નમું ઔમ શબ્દ ધૂન ધુનકાર,  જ્યાં શક્તિ છે સુનમાં સુન; 
નમું જામ ઇન્દ્રમાં શક્તિ, પાણી માં છે રાજા વરુણ, 
તે શક્તિથી રાજ ભોગવે, હરનીશ ગાઈ અંબાના ગુણ.
નમું, શક્તિથી સૃષ્ટિ રચી, તમે કઈક ભક્ત ના કીધા કામ, 
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.

નમું શક્તિ રૂપે તું જ્યાં છે, નામું શક્તિથી રહ્યો સંસાર, 
નમું નવદુર્ગા નવખંડ પૃથ્વી નવકુળ નાગ કરે ફુંકાર;
નમું શક્તિ જે શેષ નાગ માં, ફેણ પર પૃથ્વી નો ઝીલ્યો ભાર, 
નમું શક્તિથી માર્યા દૈત્યને, વિષ્ણુ સંગ તો ધરી અવતાર; 
તનમાં રમે તું મન માં રમે તું, સગળે વ્યાપક ઠામો ઠામ.
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.

કળી કાળમાં સાચી દેવી, ચંડિકા ચાચર વાળી, 
નમું નર્મદા ગંગા જમના, તે શક્તિથી જાય ચાલી, 
નમું ચંદ્ર સુરજમાં શક્તિ, કરે દુનિયાની રખેવાળી, 
નમું નમું નીચો વળી વળીને અંબામાં બહુચર બાલી;
હવે અંતર ન રાખો અંબામાં, મારે તારા દર્શનનું કામ, 
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.

એક ત્રિશુલ બીજે ઘીનો દીવો ત્યાં માજી તમારો વાસ, 
આજ આનંદભેર કરું સ્મરણ મને, દર્શન ડો મારી પૂરો આશ, 
તનમનમાં રામ રહી મંમાયા, તેરે દર્શન બિન રહું ઉદાસ, 
અંબા નામ ભજું મુખ જ્યાં જાઉં, ત્યાં કરજોડી કહું તારો દાસ
અમીચંદ કહે હાથ જોડી, મને દર્શન આપો હાને ઠામ 
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.


Tuesday, December 6, 2011

Partham Namu Ganpati Maat Sarawati (પ્રથમ નમું ગણપતિ માત સરસ્વતી)



પ્રથમ નમું ગણપતિ માત સરસ્વતીનું ધરતાં ધ્યાન,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
માં કરી મનસુબો ઘરસે આયા માજી તમારે ધામ,
પ્રથમ જે બોલું તમારે નામ.
ચરણ શિષ નામી, ચાબી નીખરી કરું માને સલામ, 
તેરી ભક્તિ સે હોવે આરામ.
માં હરનીશ તારું ધ્યાન ધરી માં સારું તારું પિછાન,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
મૂળ સ્થંભથી કહું માજી હું શ્રુષ્ટિકા વિસ્તાર, 
અખંડ જ્યોતિ નિર્ગુણ નિરાકાર. 
ઈચ્છા શક્તિ ને પ્રગટ કીયા ભ્રમ્હા વિષ્ણુ રુદ્ર તૈયાર,
રૂપ પલટી કીયા ભરથાર. 
પણ લક્ષ્મી સાવિત્રી ઉમિયા માતા ત્રીગુણકા  મંડાણ,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
તેરી માયકા પાર નહિ ભ્રમ્હાદિક ભૂલ જાતા, 
તેરી કોઈ પાર નહિ પાતા.
ભ્રમ્હા વિષ્ણુ રુદ્ર હુક્કુમ મેં તેરી ગુણ ગાતા,
સકળ ઘટઘટમેં ફેલાતા. 
સ્વર્ગ મૃત્યુ પાતાળ કે ચૌદા ભુવન ધરે તારું ધ્યાન,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
મેં હું તુમેરા દાસ ગુનેગાર બંદગી તેરી કરતા, 
તેરે ચરણો પર શિષ ધરતાં. 
તેરે શરણમેં જે કોઈ રાહવે નહિ નહિ કિસસે ડરતા,
મહારાજ્ગીર તેરા ધ્યાન ધરતાં.
અમીચંદ કહે છંદ બનાવી, ભજો અંબા જુગ જાંણ, 
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
Site Meter