કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
માં કરી મનસુબો ઘરસે આયા માજી તમારે ધામ,
પ્રથમ જે બોલું તમારે નામ.
ચરણ શિષ નામી, ચાબી નીખરી કરું માને સલામ,
તેરી ભક્તિ સે હોવે આરામ.
માં હરનીશ તારું ધ્યાન ધરી માં સારું તારું પિછાન,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
મૂળ સ્થંભથી કહું માજી હું શ્રુષ્ટિકા વિસ્તાર,
અખંડ જ્યોતિ નિર્ગુણ નિરાકાર.
ઈચ્છા શક્તિ ને પ્રગટ કીયા ભ્રમ્હા વિષ્ણુ રુદ્ર તૈયાર,
રૂપ પલટી કીયા ભરથાર.
પણ લક્ષ્મી સાવિત્રી ઉમિયા માતા ત્રીગુણકા મંડાણ,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
તેરી માયકા પાર નહિ ભ્રમ્હાદિક ભૂલ જાતા,
તેરી કોઈ પાર નહિ પાતા.
ભ્રમ્હા વિષ્ણુ રુદ્ર હુક્કુમ મેં તેરી ગુણ ગાતા,
સકળ ઘટઘટમેં ફેલાતા.
સ્વર્ગ મૃત્યુ પાતાળ કે ચૌદા ભુવન ધરે તારું ધ્યાન,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
મેં હું તુમેરા દાસ ગુનેગાર બંદગી તેરી કરતા,
તેરે ચરણો પર શિષ ધરતાં.
તેરે શરણમેં જે કોઈ રાહવે નહિ નહિ કિસસે ડરતા,
મહારાજ્ગીર તેરા ધ્યાન ધરતાં.
અમીચંદ કહે છંદ બનાવી, ભજો અંબા જુગ જાંણ,
કંઠ વાણી દો બુદ્ધિ જ્ઞાન.
Maa Pratap !
ReplyDeleteMaa Pratap !