શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.
નમું નિરાકાર ઈચ્છા શક્તિને, ભ્રમ્હા વિશુને શંકર ત્રિગુણ,
નમું ઔમ શબ્દ ધૂન ધુનકાર, જ્યાં શક્તિ છે સુનમાં સુન;
નમું જામ ઇન્દ્રમાં શક્તિ, પાણી માં છે રાજા વરુણ,
તે શક્તિથી રાજ ભોગવે, હરનીશ ગાઈ અંબાના ગુણ.
નમું, શક્તિથી સૃષ્ટિ રચી, તમે કઈક ભક્ત ના કીધા કામ,
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.
નમું શક્તિ રૂપે તું જ્યાં છે, નામું શક્તિથી રહ્યો સંસાર,
નમું નવદુર્ગા નવખંડ પૃથ્વી નવકુળ નાગ કરે ફુંકાર;
નમું શક્તિ જે શેષ નાગ માં, ફેણ પર પૃથ્વી નો ઝીલ્યો ભાર,
નમું શક્તિથી માર્યા દૈત્યને, વિષ્ણુ સંગ તો ધરી અવતાર;
તનમાં રમે તું મન માં રમે તું, સગળે વ્યાપક ઠામો ઠામ.
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.
કળી કાળમાં સાચી દેવી, ચંડિકા ચાચર વાળી,
નમું નર્મદા ગંગા જમના, તે શક્તિથી જાય ચાલી,
નમું ચંદ્ર સુરજમાં શક્તિ, કરે દુનિયાની રખેવાળી,
નમું નમું નીચો વળી વળીને અંબામાં બહુચર બાલી;
હવે અંતર ન રાખો અંબામાં, મારે તારા દર્શનનું કામ,
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.
એક ત્રિશુલ બીજે ઘીનો દીવો ત્યાં માજી તમારો વાસ,
આજ આનંદભેર કરું સ્મરણ મને, દર્શન ડો મારી પૂરો આશ,
તનમનમાં રામ રહી મંમાયા, તેરે દર્શન બિન રહું ઉદાસ,
અંબા નામ ભજું મુખ જ્યાં જાઉં, ત્યાં કરજોડી કહું તારો દાસ
અમીચંદ કહે હાથ જોડી, મને દર્શન આપો હાને ઠામ
શક્તિ રૂપે તમે જ્યાં જ્યાં વસો છો, ત્યાં ત્યાં તમને કરું પ્રણામ.